Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વોર્ડ નં. 10 અને 11માં રોડની કામગીરીમાં બેદરકારી બહાર આવી, સ્થાનિકોમાં રોષ

Share

ભરૂચ શહેરના વોર્ડ નં. 10 અને 11 વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર તથા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કામગીરી સ્થળે ન તો કોઈ સ્થાનિક કોર્પોરેટર હાજર રહ્યા હતા અને ન જ જવાબદાર કોન્ટ્રાક્ટર દેખાયા, જેના કારણે રોડ પર પડેલા ઉપયોગી સાધનો જીવલેણ બનતાં બન્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જવાબદાર પ્રતિનિધિઓની ગેરહાજરીને કારણે કામની ગુણવત્તા જળવાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને લાલ બજાર વિસ્તારમાં એક હેવી હાઈવા ટ્રક ડ્રાઇવર વિના બેકાબૂ બની ગયો હતો અને જ્યાં ત્યાં દોડી ગયો હતો. જેના કારણે લોકોના જીવને ગંભીર જોખમ સર્જાયું હતું.

Advertisement

આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


Share

Related posts

ખુશીનું વાતાવરણ માતમમાં ફેલાયું : રાજકોટ – ભાવનગર હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો : ૩૦ નાં મોત

ProudOfGujarat

મુખ્યમંત્રીએ સૂચના આપ્યાનાં બીજા જ દિવસે દાહોદની સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેનનો પ્રારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથક ના ડી સ્ટાફે નવાદિવા ખાતે થી ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!