Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સીએનઆઇ ચર્ચ મંડળી દ્વારા મેડિકલ સન્ડે નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

Share

ભરૂચ શહેરના બંમ્બાખાના વિસ્તારમાં આવેલા સીએનઆઇ ચર્ચની મંડળી દ્વારા મેડિકલ સન્ડેની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

સીએનઆઇ ચર્ચની મંડળી દ્વારા સતત વિવિધ સેવાકીય અને માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારને મંડળી “મેડિકલ સન્ડે” તરીકે ઉજવે છે. આ પરંપરાના અનુસંધાને આ વર્ષે પણ આજ રોજ ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સન્ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે પાળક રેવ. કિશન વસાવાની આગેવાની હેઠળ ભરૂચ શહેરના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલી રેડ ક્રોસ બ્લડ બેન્કમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી.

આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના આ સેવાભાવપૂર્ણ કાર્યની શહેરમાં પ્રશંસા કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચની કરોડો રૂપિયાની છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ યતીન શાહ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો : ખોટા લોન સેન્કશન લેટર અને બનાવટી એફ.ડી. દસ્તાવેજો બનાવી 1.24 કરોડથી વધુની ઠગાઈનો આરોપ : પોલીસથી બચવા મલેશિયા ભાગેલો આરોપી ભારત પરત ફરતા જ દબોચાયો

ProudOfGujarat

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના ૯૧ કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ.

ProudOfGujarat

કલા મહાકુંભ 2026-27 માટે રજીસ્ટ્રેશન શરૂ, 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે : ભરૂચ જિલ્લાના ઇચ્છુક કલાકારોએ આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી જમા કરાવવાની રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!