Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રિ-વેડિંગ રીલ માટે મોતનો ખેલ, કાયદો-વ્યવસ્થાની ઉડાડી ધજિયા

Share

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રિ-વેડિંગ શૂટ અને રીલ બનાવવા માટે જાહેર માર્ગને સ્ટુડિયો બનાવવાની બેદરકારી સામે આવી છે. ભરૂચ ખાતે આવેલા 8 લેન કેબલ બ્રિજ તથા એક્સપ્રેસ વે પર બુલેટ બાઈક અને કારોના કાફલા સાથે જોખમી રીતે શૂટિંગ કરવામાં આવતા અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક્સપ્રેસ વે પર બુલેટ બાઈક સાથે 6 કારોનો ઉપયોગ કરી, અન્ય વાહનોની અવરજવર વચ્ચે રોલો પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો tkmomentscapture અને flycapture_by_riyazzz નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા છે.

Advertisement

વિશેષ વાત એ છે કે 23 ડિસેમ્બર અને 9 જાન્યુઆરીના રોજ થયેલા આ શૂટ દરમિયાન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝડપી વાહનવ્યવહાર ધરાવતા એક્સપ્રેસ વે પર આ રીતે ડ્રોનથી રીલ ઉતારવી ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ ગંભીર અકસ્માતને આમંત્રણ આપનાર છે.

આ સમગ્ર ઘટનાએ એક્સપ્રેસ વે પરની સલામતી, કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે ભરૂચ પ્રશાસન, NHAI અને પોલીસ તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

જાહેર માર્ગો પર રીલ અને શૂટિંગ માટે કરવામાં આવતી આવી હલકી હરકતો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.


Share

Related posts

હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.

ProudOfGujarat

વડોદરા રેન્જ આઈ જી પી સંદીપસિંહે પાલેજ પોલીસ મથકની મુલાકાત કરી ઇન્સ્પેકશન કર્યું, તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું…

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કોરોના વાયરસનાં સાવચેતી પગલાં રૂપે ગ્રામપંચાયત વાંકલ દ્વારા બજાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!