Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં હજ યાત્રિકો માટે વિશાળ વેક્સિનેશન કેમ્પ યોજાયો, 500થી વધુ યાત્રિકોએ લીધો લાભ

Share

ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તા. 8 ફેબ્રુઆરી, રવિવારે હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલો આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

આ વેક્સિનેશન કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો. યાત્રિકોને કોઈ અસુવિધા ન પડે તે માટે સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય સલામતી અને સુવિધાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી.

Advertisement

સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામગીરીને સફળ બનાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

કેમ્પ દરમિયાન ડૉ. ગોપિકા મેખીયા (એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), ડૉ. અભીનવ શર્મા (ઇન્ચાર્જ સિવિલ સર્જન), ડૉ. રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી.

કેમ્પના અંતે ભરૂચ જિલ્લા હજ ખાદીમ તરફથી કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

અંક્લેશ્વર નાં કોસમડી તળાવનાં ખોદકામમાં કૌભાડની ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ બેંકોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!