Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં નખાઇ રહેલાં વીજ ટાવરોનો વિરોધ : કલેક્ટરને આવેદન, અસરગ્રસ્તોની યોગ્ય વળતરની માંગ

Share

કચ્છથી રાજ્યના 20 જિલ્લામાં વીજ પ્રવાહ ટ્રાન્સ્ફર કરવા ટાવર નખાઇ રહ્યાં છે

ભરૂચ.

કચ્છ જીલ્લાના ખાવડા અને તેના આજુબાજુના વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી તેમજ સોલાર પેનલ લગાવી 84 ગી.વોટ વીજ ઉત્પાદન કરાય છે. ત્યારે તેવીજને ટ્રાન્સમિશન દ્વારા રાજ્યના અલગ અલગ 20 જિલ્લામાં  વીજ કંપની દ્વારા અલગ અલગ કેવીના મોટા ટાવર-લાઇન નાંખવાની કવાયત હાથ ધરાઇ છે. ત્યારે આ કામગીરીમાં નિયમોનું ઉલ્લઘન કરી ખેડૂતોની જમીનોમાં ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરી રહ્યાં છે. ખેડૂતો તેમને રોકવા જાય તો પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં આવે છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન આપી માંગણી કરી છે કે, કાયદા મુજબ ઇલેક્ટ્રીસીટી એક્ટ ની કલમ 68 મુજબ ટાવર લાઇન નાંખવા સીઇઆરસી પાસે લાયન્સ મેળવવાનું હોય છે. જોકે, પહેલાં અસરગ્રસ્તોના વાંધા સુચનો માંગવાના હોય છે. પરંતુ વાંધા સુચનો લીધા વિના લાયસન્સ કેવી રીતે મેળવ્ય઼ુ તેનીતપાસ થાય અને તેમના લાયસન્સ રદ થાય, ટાવર લાઇનનો રૂટ મેપ જાહેર કરવામાં આવે. અસરગ્રસ્તો માટે સમાન વળતર  અંગેની નિતી બનાવવામાં આવે. વધુમાં જમીન સંપાદન કાયદા મુજબ ટાવરના ક્ષેત્રફળનું બજાર કિંમતના ચાર ગણુ વળતર ચુકવવામાં આવે અથવા બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ ડીટરમીશનેશન કમિટીન રચના કરવામાં આવે અથવા વાણિજ્ય જંત્રીના ચાર ગણુ વળતર ચુકવવામાં આવે અથવા ટાવર દીટ બે કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ પોતાના ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો.

ProudOfGujarat

રાજપીપળા : સરકારી પોલીટેકનીક ખાતે ‘સ્ટુડન્ટ સેન્સીટાઈઝેશન ઇવેન્ટ SSIP 2.0’ નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કૃષિ વિભાગ દ્વારા એજન્સીઓને બિયારણ નો કોન્ટ્રાક્ટ અપાતા તપાસની માંગ કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!