। ભરૂચ !
ભરૂચમાં લિંકરોડ પર શહેરનો પ્રથમ ૬ માગીય રોડ બનાવવાની કવાયત વહિવટી તંત્રએ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે ગુરૂવારે આ માર્ગ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં આ રોડ પર આવેલાં સ્વામિનારાયણ મંદીર અને મોઢેશ્વરી માતાના મંદીર દ્વારા સરકારી જમીન પરે બનાવી દેવાયેલાં કંપાઉન્ડ પણ જેસીબીથી તોડી નાંખવામાં આવ્યાં હતાં.
ભરૂચ શહેરમાં ગુરૂવારે સવારે શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના લિંકરોડ પર બન્ને તરફના દબાણો દૂર કરવાની કાર્યવાહી આરએન્ડબી વિભાગે હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર તેમજ મોઢેશ્વરી મંદિરનો પણ કેટલોક ભાગ દબાણમાં આવતાં તત્રએ જેસીબીથી દબાણો તોડી નાંખ્યાં હતાં. જોકે, પ્રાથમિક તબક્કે લોકોમાં મંદિરોના દબાવાને દૂર કરવાને લઈને થોડો રોષ જોવા મળ્યો હતો. પરંતુ અધિકારીઓએ લોકોની સમજાવટ કરી દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.
ભરૂચના લિંક રોડને ૬ માર્ગીય રસ્તો બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સરકારમાંથી આ રોડ પર બન્ને તરફ ૧.૩૦ બાય ૧૩૦ મીટરની અંદાજે ૮૦૦ મીટર લાંબી ડ્રેનેજ લાઈન નાંખવાની મંજૂરી મળી છે. અદાજે ૩.૫૯ કરોડના ખર્ચે બનનારી ડ્રેનેજ લાઈન માટેનું ટેન્ડર પર પાસ થઈ ગયું છે. ત્યારે આગામી દિવસોમાં તેનું કામ શરુ કરવામાં આવશે, જેના ભાગરૂપે સરકારી માલિકીની રોડની ૩૦ મીટરની જગ્યા પર થયેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિહવટી તંત્રએ અગાઉ બે વાર અને આજે ત્રીજીવાર એમ તબક્કાવાર રીતે રોડ પરના દબાણો દૂર કર્યા હતાં. ગુરુવારે સ્વામીનારાયણ મંદીર તેમજ મોઢેશ્વરી માતાના મંદીરમાં સરકારી જમીન પર બનાવી દેવાયેલાં કંપાઉન્ડને જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં.
આરએન્ડબી વિભાગ દ્વારા આ માર્ગને જ માર્ગીય બનાવવા માટેની પણ સરકારમાં દરખાસ્ત કરી છે. ત્યારે રોડના સેન્ટરથી બન્ને તરફ ૧૫-૧૫ મીટરની જમીન ખાલી કરી બન્ને તરફ ડ્રેનેજ લાઈન બનાવી દીધા બાદ આ માર્ગને ૬ માર્ગીય બનાવવામાં આવશે.
