વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓ એ કચેરી બહાર ખાનગીકરણ બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ-2025 અને પ્રસ્તાવિત નેશનલ ઈલેક્ટ્રીસીટી પોલિસી-2026 સંસદમાં રજૂ કરવાની સંભાવનાને લઈને ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન એ દેશભરમાં હડતાલનું એલાન કર્યું હતું જેના સમર્થન માં ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ તેમાં જોડાયા હતા .ભરૂચ ના મકતમપૂર કચરી ખાતે રિશેષ દરમ્યાન એકત્ર થઈ વીજકર્મીઓએ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ હાથ માં બેનરો સાથે ખાનગીકરણ બંધ કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વીજ કર્મીઓએ આ બિલ કર્મચારીઓ અને ગ્રાહકોના હિત ની વિરૂધ્ધ માં હોવાનું જણાવી તે સામે વિરોધ નોંધાવ્યો હતો.
