ભરૂચ
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લાના અધિકારીઓ ગ્રામ્ય કક્ષાએ પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેમાં શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેવાડાના ગામડાની આશ્રમશાળાઓ અને પ્રાથમિક શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને ઉંચુ લાવવા તેમજ ભૌતિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર સુ. શ્રી. નિશા દ્વારા આશ્રમશાળા અટાલીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મળતી પાયાની તમામ સુવિધાઓની તપાસ, શાળાની શૈક્ષણિક ગુણવત્તા, આરોગ્ય અને ભોજનની વ્યવસ્થા, જેવી બાબતોની સુનિશ્ચિતતા અને તલસ્પર્શી નિરીક્ષણ અને સમીક્ષા કરવાનો હતો.

પ્રાયોજના વહીવટદારએ, વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓના જ્ઞાન અને આત્મવિશ્વાસ જોઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.ભોજનશાળાની મુલાકાત દરમિયાન પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી તથા વિદ્યાર્થીને લગત અન્ય સુવિધા આદિજાતિ વિભાગની વિવિધ યોજના માંથી સમાવેશ કરવા માટે સૂચવવામાં આવ્યું. પ્રાયોજના વહીવટદારએ, મકાનો જર્જરિત છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરી, મકાનોમાં સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરી હતી.મુલાકાતના અંતે તેમણે જણાવ્યું હતું કે, “આશ્રમશાળા અટાલીનું વાતાવરણ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ખૂટતી સુવિધાઓ પૂરી પડવા માટેની સંસ્થાને બાંહેધરી આપવામાં આવી.
આ મુલાકાતથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો તથા શાળામાં રહેલી સુવિધાઓની ખામીઓની ચકાસણી કરી અને તેને દૂર કરવા માટેના જરૂરી પગલાઓ લેવાનું પ્રાયોજન વહીવટદાર સૂચવવામાં આવ્યું.
