Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબાના શિવલિંગની સ્થાપના કરાશે. ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા પૌરાણિક શિવાલયમાં શિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. રાણીપુરા ખાતે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે રાણીપુરાના ગ્રામજનોના સહયોગથી શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા બરફના શિવલિંગની સ્થાપના કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાણીપુરા ખાતે શિવરાત્રી નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ તથા મહાઅભિષેકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રી નિમિત્તે બરફનાં શિવલિંગનાં દર્શનનો લાભ લેવા મંદિર સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

તવરા ગામે લીલાગરી માતાજીના મંદિર નો પાંચમો પાઠઉત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વરના જીન ફળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

લોકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મે થી રેલ્વે દ્વારા 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય,જાણો ક્યાં કયાં દોડશે ટ્રેન, કંઈ રીતે મેળવશો ટીકીટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!