Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાં રહસ્યમય ઘટના, કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવેલા યુવકનું મોત

Share

વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલી જાણીતી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલીયા ગામના રહેવાસી પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૩ જેઓ ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૬ના રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. વાગરા પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

ProudOfGujarat

લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેરના ગુનામા નાસતો ફરતો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!