Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં રહેણાંક મકાનમાંથી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ, કેમિસ્ટની ધરપકડ

Share

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબનો ભંડાફોડ થયો છે. ભરૂચ SOGની ટીમે રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કો.ઓ. હા. સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન મકાનના બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. પોલીસને સ્થળ પરથી અંદાજે 70 ગ્રામ તૈયાર મેફેડ્રોન (MD) ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં કાચો માલ મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આ પ્રકરણમાં ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કાર્યરત અનિલ રાખોલિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ કુશળતા અને રસાયણિક જ્ઞાનનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો.

ભરૂચ SOG દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી બાદ આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ડ્રગ્સના પુરવઠા નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.


Share

Related posts

વડોદરા : તુલસીવાડી વિસ્તારના રોશન નગરમાં એક ઈસમ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!