Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાંધુ થી દણસોલી ને જોડતા કીમ નદી પરના પુલની હાલત અંગે સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રીને રજૂઆત

Share

 

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ગાંધુ થી દણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલમાં દેખાતી જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

Advertisement

વાલીયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજયભાઈ વસાવા દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલા લેવાય તેવી માંગ પણ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જનહિતના પ્રશ્નોમાં સતત અવાજ ઉઠાવતી રહેશે અને પ્રજાના હિત માટે લડત ચાલુ રાખશે.


Share

Related posts

સુરત: 72મા સ્વાતંત્ર પર્વની સુરતમાં વિશેષ ઉજવણી- યુનિવર્સિટી રોડથી Y જંકશન સુધી 1100 મીટર લાંબી ત્રિરંગા યાત્રા….

ProudOfGujarat

રાજપીપળા : એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!