Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સગીરા ગુમ : હિન્દીભાષીએ ફોન પર કહ્યું તેરી લડકી મેરે પાસ હે, હિંમત હૈ તો બિહાર આ

Share

 

ભરૂચના રહાડપોર ગામે વિડિયોકોન રંગ ઉપવન પાસેની ઘટના

Advertisement

। ભરૂચ !

ભરૂચ તાલુકાના રહાડપોર ગામે વિડીયોકોન રંગઉપવનના ગેટ પાસે રહેતાં અને મુળ દાહોદના ગરબાડાના વતની સંધ્ધાભાઈ કેશભાઈ માવી મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને કુલ જ સંતાનો છે. જે પૈકીની સૌથી મોટી પુત્રી રુપા જે ધો. ૮માં અભ્યાસ કરે છે. ગત ૩૧મી જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે તેમની પુત્રી રૂપા અને બીજી પુત્રી નાના મોટા ઝૂંપડામાં સુઈ ગઈ હતી. જયારે બીજા સભ્યો નાના ઝૂંપડામાં સુઈ ગયાં હતાં. અરસામાં રાત્રીના સાડા અગિયારવાગ્યાના અરસામાં તેમની બીજી પુત્રી અચાનક જાગી જતાં તેની બહેન તેને દેખાઈ ન હતી. જેના પગલે તેણે તુરંત તેના પિતાને જગાડી વાકેફ કરતાં તેઓએ અને તેમના પરિવારજનો તથા પરીચિતોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, જોકે, તેમની પુત્રી મળી હતી. જે બાદ પણ અલગ અલગ સ્વળે તેમના વતનમાં તથા અન્ય સગાસંબંધીઓના ઘરે તપાસ કરવા છતાં તેના કોઈ સગડ મળ્યા ન હતાં. અરસામાં ગત ૧૫મી ફેબ્રુઆરીના રોજ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે હિન્દીભાષામાં ધમકીભર્યા સ્વરમાં તેરી વડકી મેરે પાસ છે, તેરે સે જો હોગા વો કર લેના તેવી ધમકીઓ આપી હતી. જે બાદ પણ બે દિવસ શખ્સે તેમને ફોન કરી ધમકાવતો હતો, તેમજ તેરી લડકી મેરે પાસ હૈ હિંમત હો તો આ જા બિહાર મૈ તેમ કહી ધમકાવી ફોન મુકી દીધો હતો. ઘટનાને પગલે તેમણે તેમના એક પરીચિત સામાજિક કાર્યકરનો સંપર્ક કરતાં તેમના કહેવાથી તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ટાઉનહોલ માં પાણી ભરાવવા મુદ્દે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ….

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રેરીત હાટ બજારોના વિકાસ માટે ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!