Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાવજ ગામેથી મળેલાં ઝારખંડના માનસિક બિમાર યુવાનનો પરિવાર સાથે મેળાપ

Share

સી ડિવિઝન પોલીસે ઝારખંડ પોલીસનો સંપર્ક કરી પરિવારનો તાગ મેળવ્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં ચાવજ ગામ ચોકડી પાસેથી એક અસ્થીર મગજનો યુવાન મળી આવ્યો હતો. ટીમે તેના નામઠામની પુછપરછ કરતાં તે ફકત ઝારખંડ રાજ્યનું નામ બોલતો હતો. જેના પગલે ટીમે ઝારખંડ રાજયની પોલીસનો સંપર્ક કરી યુવાનનો ફોટો વોટસએપ કરી આપ્યો હતો. દરમિયાનમાં ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે, તે શખ્સ અમરદિપ નેપાલ કઠેરા (રહે, ગામ પોટકા ઠઠેરી, પોસ્ટ ચક્રધરપુર, ઝારખંડ) હોવાનું જાણવા મળ્યું હતું. તે ગુમ થયાની ફરિયાદ ચકધરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેથી તેના પરિવાર સાથે સંપર્ક થતાં તેઓએ ભરૂચ આવી પહોંચ્યાં હતાં. તેમણે યુવાનનો કબજો મળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે માનસિક બિમાર હોવાથી ગત ૧૦મી ફેબ્રુઆરીએ ઘરેથી કોઈને કહ્યાં વિના ટ્રેનમાં બેસીને ક્યાંક જતો રહ્યો હતો. દરમિયાનમાં તેના માતા-પિતાએ ભરૂચ આવતાં પુત્ર સાથે મેળાપ થતાં ભાવભીના દ્રશ્યો સર્જાયાં હતાં.


Share

Related posts

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં પરીક્ષાર્થીઓમાં આક્રોશ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરનાં એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો.

ProudOfGujarat

પ્રાથમિક શાળાના ગુણોત્સવની જેમ હવે માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન પ્રકિયા હાથ ધરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!