Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં રાત્રીના સમયે ડિવાયડર કુદાવી ટેમ્પો જીએફએલ-૧ કંપનીની બસમાં ભટકાતાં અકસ્માત

Share

ઘટનામાં બસમાં સવાર કર્મચારીઓને નાની મોટી ઈજા, ટ્રાફિક જામ સર્જાયો

ભરૂચ.

Advertisement

દહેજ સેઝ-૧માં મધ્યરાત્રીએ દહેજ ભરૂચ રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દહેજની જીએફએલ -૧ કંપનીમાંથી કામદારોને લઈ કંપનીની એક બસ ભરૂચ તરફ જઈ રહી હતી. તેવેળાં એક આયશર ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતાં તેનો ટેમ્પો ડિવાયડર કુદાવીને સામેથી આવતી બસમાં ભટકાઈ ગઈ હતી. અકસ્માતને કારણે બસમાં સવાર કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દહેજની જીએફએલ -૧ કંપનીના કર્મચારીઓને લઈને એક બસ ભરૂચ આવવા માટે રવાના થઈ હતી. દરમિયાનમાં મધ્યરાત્રીએ દહેજ સેઝ-૧ માંથી પસાર થઈ રહી હતી, તે વેળાં રોડની બીજી તરફ સામેથી આવતાં એક આયશર ટેમ્પોના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટિવરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે તેનો ટેમ્પો બેકાબુ થઈ જતાં તેમનો ટેમ્પો રોડ પરનું ડિવાયડર કુદાવીને રોડની બીજી તરફ ટેમ્પો લઈ જઈ જીએફએલ-૧ કંપનીની કર્મચારીઓ ભરેલી બસમાં ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. અને બન્ને વાહનો રોડની સાઈઝમાં એક વીજ થાંભલામાં ધડકાભેર ભટકાઈ ગયાં હતાં. અને બન્ને વાહનો રોડની અકરમાતમાં બસમાં સવાર કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતને કારણે કંપની બસમાં સવાર કર્મચારીઓની બુમરાણ મચાવતાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, લોકોએ તેમજ ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી તેમની બચાવ કામગીરી શરુ કરી હતી. ઈજાગરસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક ઉપચાર માટે મોકલી અપાયાં હતાં.


Share

Related posts

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

ProudOfGujarat

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારોને સાંભળ્યા.

ProudOfGujarat

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!