Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજની સ્ટીલકો કંપનીમાંથી 4.50 લાખનો મુદ્દામાલની ચોરી

Share

કંપનીના કંપાઉન્ડ કુદીને અંદર પ્રવેશી ચોરી કરી ભાગ્યાં
ભરૂચ.
વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પાસે રહેતાં રાજેશ રાવલ પાલેજ ગામની જીઆઇડીસીમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 17મીએ તેમના સ્ટોર એચઓડીએ જાણ કરી હતી કે, પ્લાન્ટમાંથી પાછળના ભાગ તરફ બે-ત્રણ શખ્સો કંપનીની બાય પ્રોડક્ટ ઝીંક બોટમ ડ્રોસ લઇને ભાગતાં દેખાયાં હતાં. સિક્યુરિટીએ તેમનો પિછો કરતાં તેઓ ઝાડી-ઝાંખરામાં થઇને ભાગી ગયાં હતાં. જેથી તેમણે તપાસ કરતાં ત્યાં ઝીંક બોટમ ડ્રોસની 8 પીસ જમીન પર પડેલાં મળી આવ્યાં હતાં. જે બાદ તેમણે  સ્ટોરમાં તપાસ કરાવતાં તેમના સ્ટોરમાંથી ગત 2 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં અજાણ્યા શખ્સોએ કુલ 4.50 લાખની  મત્તાનો સામાન ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ બિલ્ડીંગોની સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.

ProudOfGujarat

પંચમહાલ:શહેરાના વાટાવછોડાના યુવકનુ ગળામા પતંગની દોરી આવી જતા મોત

ProudOfGujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાઓને લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!