Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ડોર-ટુ-ડોર સેવા ઠપ્પ: ત્રણ દિવસથી કચરાના ઢગલા, કામદારોની હડતાલ

Share

ભરૂચ શહેરમાં ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર-ટુ-ડોર કચરા સંકલન સેવા છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ રહેતાં શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા જમા થતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માહિતી અનુસાર, ડોર-ટુ-ડોર સેવા સાથે સંકળાયેલા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવાયો નથી. દર કર્મચારી દીઠ અંદાજે ₹70,000 જેટલી રકમ બાકી હોવાનું જણાવવામાં આવે છે. કુલ મળીને લાખો રૂપિયાની બાકી રકમને લઈને કામદારોમાં ભારે રોષ ફેલાયો છે.
પગાર મુદ્દે નારાજ કામદારો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતી ગાડીઓ આજે પ્રતીકાત્મક રીતે એકસાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ તમામ વાહનો ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે.
શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ જતાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોએ તાત્કાલિક પગલાં લઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને ડોર-ટુ-ડોર સેવા પુનઃ શરૂ કરવા માંગ ઉઠાવી છે.

Share

Related posts

પંચમહાલ જીલ્લાના શિવરાજપુરમાં પોલીસની રેડ : ભાજપના ધારાસભ્ય સહિત મહિલાઓ ઇસમો દારૂ જૂગારની મહેફીલ માણતા ઝડપાયા.

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિકનો મફત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળા દ્વારા આપવામાં આવતું ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!