Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જીઆઇડીસીની તુસાર ટ્રાન્સફોર્મર કંપનીમાં ભભૂકી આગ, લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

Share

ભરૂચ.
ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તુસાર ટ્રાન્સફોર્મર નામક કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. બનાવ બનતા જ કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટાળા દૂર સુધી નજરે પડતા આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ જીએનએફસી કંપનીના લાશ્કરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરિસ્થિતિની ગંભીરતા સમજી ઝડપી અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ વધુ ફેલાય નહીં તેમજ અન્ય યાંત્રિક સાધનો અને કાચા માલને નુકસાન ન થાય તે માટે પાણીના જોરદાર મારો સાથે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા માટે યોગ્ય તકનીકી પદ્ધતિઓ અપનાવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને સંબંધિત તંત્ર દ્વારા બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે.
સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ અથવા ઇજાની નોંધ નથી. સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share

Related posts

રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદે ફરી માર્ગો પરનાં ખાડા ચર્ચાનું કેન્દ્ર બન્યા, ઠેર-ઠેર ખાબોચિયા સમાન ખાડા લોકો માટે મુશ્કેલીઓ સમાન..!!

ProudOfGujarat

ગરૂડેશ્વર અકતેશ્વરનો સરપંચ અને પ્રા.શાળાનો મુ.શિક્ષક ગ્રામ પ્રેરક પાસેથી 17 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!