Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા નદીમાં કરોડોનું ગેરકાયદે રેતી ખનન પર્દાફાશ : ભરૂચ-વડોદરા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, રૂ. ૩.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ

Share

 

નર્મદા નદીના પટ્ટમાં બાર્જ દ્વારા ચાલી રહેલા સાદી રેતીના ગેરકાયદે ખનન સામે તંત્રએ કડક વલણ અપનાવી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મળેલી ફરિયાદોના આધારે ભરૂચ અને વડોદરા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી વિભાગોની સંયુક્ત ટીમે તા. ૧૮ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સતત ત્રણ દિવસ સુધી દરોડા પાડી કરોડો રૂપિયાનું ગેરકાયદે ખનન ઝડપ્યું હતું.

Advertisement

તપાસ દરમિયાન ભરૂચ જિલ્લાના ટોઠિદરા ગામ તેમજ કરજણ તાલુકોના ઓઝ અને પોર ગામ નજીકના નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ હતી. દરોડા દરમિયાન ગેરકાયદે રીતે રેતી ઉપાડતા માફિયાઓ પર સપાટો બોલાવી મોટી સંખ્યામાં મશીનરી અને સાધનો કબજે કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાંથી ૦૫ બાર્જ અને ૦૫ યાંત્રિક નાવડીઓ સીઝ કરવામાં આવી છે, જ્યારે વડોદરા જિલ્લામાંથી કુલ ૨૭ બાર્જ ઝડપી પાડવામાં આવ્યા છે. આમ કુલ ૩૨ બાર્જ અને ૦૫ યાંત્રિક નાવડીઓ મળી અંદાજિત રૂ. ૩.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

હાલ તમામ જપ્ત કરાયેલા સાધનો કબજામાં રાખી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ દંડકીય રકમની વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગની આ કડક કાર્યવાહીથી નદીપટ્ટ વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Share

Related posts

સુરતના ઉધનામાં રોડ ક્રોસ કરતા યુવકને રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત નીપજયું

ProudOfGujarat

સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ.

ProudOfGujarat

ઝઘડિયાના વાઘપુરા નજીક એસટી બસ અને ઈકો કાર સામસામે ભટકાતા કાર સવાર બેના મોત અન્ય બે ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!