Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત દ્વારા “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” અંતર્ગત 225 વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ વિતરણ

Share

Grasim Industries Limited, વિલાયતના CSR વિભાગ દ્વારા Derol ખાતે “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” કાર્યક્રમ અંતર્ગત 19 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાના કુલ 225 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવી. કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષક ભાઈ-બહેનો સાથે ઉત્સાહપૂર્વક હાજરી નોંધાવી.
CSR વિભાગના સંચાલક હેમરાજ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર આર્થિક સહાય વિતરણ ન હતો, પરંતુ બાળકોની પ્રતિભા, મહેનત અને સપનાઓને સન્માન આપવાનો એક પ્રેરણાદાયક ઉત્સવ હતો.
માનવ સંસાધન વિભાગના વડા રેણુ માથુરે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો. ટેકનિકલ વિભાગના વડા સતાની સરે શિક્ષણ માનવીને જીવનમાં કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે તેના સચોટ ઉદાહરણો રજૂ કર્યા. વ્યવસ્થાપન વિભાગના વડા ઘનશ્યામ સરે જીવનમાં પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું.
Epoxy વિભાગના યુનિટ હેડ રાકેશ ચોકશી સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. CSR ટીમના સભ્ય ઈરસાદભાઈએ પણ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા. તેમજ ગ્રાસિમ ફાઇબર વિભાગના HR વડા નિમેશ જાદવ અને યુનિટ હેડ રામકુમાર સાહેબે લિખિત સંદેશ દ્વારા આશીર્વચન પાઠવ્યા.
કાર્યક્રમમાં ગામના આગેવાનો દિલાવરભાઈ, રણજીતભાઈ, ઇકબાલભાઈ અને અશ્વિનભાઈ હાજર રહી ગ્રાસિમ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ કરવામાં આવતા કાર્યોની સરાહના કરી અને કંપનીની સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી.
અંતમાં હેમરાજ પટેલે પર્યાવરણ સંરક્ષણ માટે “ઈકો-બ્રિક” બનાવવાની પહેલ અંતર્ગત પ્લાસ્ટિકના રેપરને બોટલમાં ભરી સંગ્રહ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને સ્વચ્છ, હરિત અને ટકાઉ પર્યાવરણ માટે સૌને અપીલ કરી. રાષ્ટ્ર નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

રાજપીપળાના 9 યુવાનો સાથે કેનેડા લઈ જવાના બહાને 48 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો.

ProudOfGujarat

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન સક્રીય થતા બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!