Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

Share

સુરત શહેરમાં હાર્દિક અને સૂર્યાની ગેંગએ આતંક મચાવ્યો હતો છાશવારે મારામારીના ગુનાઓમાં તો નામ આવતા હતા ત્યાં થોડા દિવસ પહેલાં જ હત્યાના ગુનામાં નિર્દોષ છૂટેલો સૂર્યા મરાઠી તેની ઓફિસમાં બેઠો હતો તે દરમિયાન હાર્દિક અને તેના માણસોએ આવીને સૂર્યા મરાઠી ઉપર ઉપરાચાપરી ચપ્પુનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જ્યારે આ મારામારીમાં હાર્દિકને પણ ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સુનિલ અને રાહુલ નામના હાર્દિકનાં માણસોને ઝડપી લીધા છે. પોલીસે તેઓની પૂછપરછ શરૂ કરી છે હાર્દિક સાથે બીજા અન્ય કોણ લોકો હતા તે દિશામાં સુરત પોલીસ કમિશનર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યું કે સૂર્યા મરાઠીની હત્યા બાદ લોકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. જ્યારે હાર્દિક અને સૂર્યા એક સમયના મિત્ર હતા પરંતુ હાર્દિકની પત્ની સાથે છેડતી બાદ હાર્દિક સૂર્યાનો દુશ્મન બની ગયો હતો અને આ છેડતીનો બદલો લેવા જ હાર્દિકે સૂર્યાની હત્યા કરાવી તેવું પોલીસ કહી રહી છે હવે જોવાનું રહ્યું કે હજુ બાકી રહેલા કેટલા આરોપીઓને પોલીસ ઝડપી લે છે.

Advertisement

Share

Related posts

નર્મદાના તિલકવાડા તાલુકામાં ત્રણ 3 ઈંચ વરસાદ ખાબક્યો : મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

ProudOfGujarat

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!