Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCમાં કેમિકલ ભરેલા ડ્રમમાં આગ, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

Share

 

અંકલેશ્વર:

Advertisement

 

પાનોલી GIDC વિસ્તારમાં આવેલી ભાવના રોડવેઝની ઓફિસ બહાર ખુલ્લા મુકાયેલા કેમિકલ ભરેલા ભારે ડ્રમમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

માહિતી અનુસાર, રોડવેઝ ઓફિસ આગળ ખુલ્લા મુકાયેલા એક કેમિકલયુક્ત ડ્રમમાં અચાનક આગ લાગી હતી. રોડવેઝ સંચાલક તથા સ્થાનિક લોકોએ પાણી, રેતી અને ફોમ મારવા છતાં આગ કાબૂમાં આવી નહોતી. પરિસ્થિતિ ગંભીર બનતાં તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ટીમ સ્થળ પર દોડી આવી ફાયર બોટલથી ફોમ માર્યો, છતાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં ન આવતાં અંતે રેતી સાથે માટી નાખી આગને માંડમાંડ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા.

રોડવેઝ સંચાલકે જણાવ્યું હતું કે આ ડ્રમો અંકલેશ્વરની એક કંપની દ્વારા ત્રણ વર્ષ પહેલાં વડોદરા મોકલવા માટે રાખવામાં આવ્યા હતા. જોકે કંપની બંધ થઈ જતાં ડિલિવરી થઈ શકી નહોતી. ત્યારબાદ ડ્રમોને અંકલેશ્વરથી ખસેડી હાલ પાનોલી ઓફિસના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યા હતા.

હાલ ગોડાઉનમાં હજુ પણ 40થી વધુ કેમિકલ ભરેલા ડ્રમ સંગ્રહિત હોવાનું સામે આવ્યું છે. બિલ અથવા દસ્તાવેજ ન હોવાને કારણે ડ્રમોમાં કયું કેમિકલ છે તે સ્પષ્ટ નથી.

અજાણ્યા કેમિકલથી ભરેલા ડ્રમો ‘જીવતા બોમ’ સમાન સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત, જાણો વધુ..!!!

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગની દ્રષ્ટિ વસાવાની ઊંચી ઉડાન, ઓલમ્પિક 2026 માં આઈસ ગર્લ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!