Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ₹1.92 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Share

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ₹1.92 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં એક ટેમ્પોમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, આયશર ટેમ્પો નં. KA-51-AL-1698 ને રોકી તપાસ કરતા ટેમ્પોમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજિત ₹1.92 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂની બોટલો ઉપરાંત ટેમ્પો અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે.
આ મામલે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન દારૂ ગુજરાતમાં વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ટેમ્પો ચાલકનું નામ  ભવરલાલ મોટારામ જાટ (રહે. બીજરાડ જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે રાજસ્થાનના રાજેન્દર ઉર્ફે રાજેશકુમાર બિશ્નોઇએ તેને દારૂ ભરેલો ટેમ્પો આપ્યો હતો અને ફોન પર તેને ક્યાં જવાનું છે તે જણાવતો હતો. જેથી ટીમે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share

Related posts

અંકલેશ્વર ખાતે ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ ને સહયોગ આપાયો

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

ProudOfGujarat

દહેજ : ગલેન્ડા ખાતે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાં થયેલ એસ.એસ.ની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!