Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ

Share

-હવાલાના રૂપિયા 17 લાખ સાથે એક આરોપીની ધરપકડ કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  એલ.એ.ઝાલાના  માર્ગદર્શન અને સુચના હેઠળ એલ.સી.બી, પોલીસ ઇન્‍સ્‍પેકટર સુનિલ તરડે નાઓએ એલ.સી.બી સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ પો.સ્ટે. વિસ્તારમાં ધરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીના બનાવો શોધી કાઢવા અંગે પેટ્રોલિંગ માટેની સુચના આપેલી જે અનુસંધાને ભરૂચ એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પો.સ.ઇ કે.જે.ધડુક તથા એલ.સી.બી સ્ટાફના બીજા માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ઇરફાન અબ્દુલ સમદનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે.એક કાળા કલરની પેશન મોટર સાયકલ નંબર જી.જે.૧૬બી.એફ ૨૦૪૨ ઉપર એક ઇસમ કાળા કલરની ટી શર્ટ પહરેલ તે કાળા કલરના થેલામાં હવાલાના મોટી રકમના નાણાં લઇ પાંચબત્તીથી મહમદપુરાના રોડ ઉપર જનાર છે.
જે મળેલ બાતમી આધારે સી.પોપટલાલ જેવર્લસની દુકાન નજીકમાં વોચમાં રહેલા તે દરમ્યાન બાતમીવાળુ મોટર સાયકલ લઇ એક ઇસમ આવતા તેને પકડી લઇ તેનુ નામ સરનામુ પુછતા તેણે પોતાનુ નામ સાકીર યાકુબ પટેલ ઉ.વ.૩૬ રહેવાસી કરમાડ મોટી ખડકી જુમ્મા મસ્જીદ પાસે તા.જી.ભરૂચ નો હોવાનુ જણાવેલ જેની ઝડતી કરતા તેના થેલામાથી ભારતીય ચલણી નોટો જુદા જુદા દરની કુલ રૂપીયા ૧૭,૦૦,૦૦૦/- ની તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે નાણાં બાબતે પુછતા તેણે કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહિ કે કોઈ આધાર પુરાવો રજુ કરી શકેલ નહિ તેથી તેના કબ્જાની  પેશન કાળા કલરની મોટર સાઈકલ કિ.રૂા.૪૦,૦૦૦/- ની મળી તથા મોબાઇલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ ૧૭,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે સદરહુ ઇસમને  સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયતમાં લીધેલ અને વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલ કે આ રૂપીયા કિમ ખાતે રહેતા જાવીદે તેને ભરૂચ રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ પાસે આપેલ છે…
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ માં હવાલના કૌભાંડ નો પર્દાફાશ થતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે અને આટલી મોટી માત્ર માં આવેલી આ રકમ ક્યાં કાર્ય માં વપરાવવા ની હતી અને કોને કોને પહોંચાડવાની હતી તે દિશામાં હાલ તો લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો..તેમજ આ નાણાં વિદેશ થી આવ્યા હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે તે દિશામાં પણ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

ગોધરા: ખાડી ફળીયા વિસ્તારમાં લોકોએ સ્વંય કોવિડ રસીકરણ કરાવ્યુ

ProudOfGujarat

સ્કૂલને મર્જ કરવાની રાજય સરકારની જાહેરાતને પગલે ખાસ કરીને આદિવાસી પટ્ટીની અનેક શાળાઓને થનાર સંભવિત અસરને પગલે ભીલીસ્તાન ટાઈગર સેનાએ સખત વિરોધ નોંધાવ્યો છે.

ProudOfGujarat

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!