Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિઝર ટોળકીએ વધુ એક શખ્સને ધાકધમકીઓ આપી ગાડી લઈ ગયાં પણ બેન્કમાં જમા ન કરાવી

Share

 

ભરૂચના સિઝર યોગેશ બેલેરાવ અને સંજય વસાવા વિરૂદ્ધ સી ડિવિજનમાં ફરિયાદ

Advertisement

 

।ભરૂચ ।

ભરૂચના માથાભારે સિઝર યોગેશ બેલેરાવ અને તેના સાગરિતોએ વધુ એક શખ્સને લોનના હપ્તા બાકી હોવાની ધમકીઓ આપી તેની બાઈક ઉઠાવી લીધી હતી. જોકે, બેન્કમાં જમા નહીં કરતાં બેન્કે હપ્તાની ઉઘરાણી કરતાં મામલો સામે આવ્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિજન પોલીસે ગુનો નોંધ્યો છે.

ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતાં હસમુખ ચંદુ પટેલ ગત ૧૨મી જાન્યુઆરીએ સવારના સમયે કામથી તેમની બાઈક લઈને ઝાડેશ્વર ગામ તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાનમાં બીડા સર્કલથી જ્યોતિનગર જવાના રોડ પરથી પસાર થતાં સમયે એક શખ્સે બાઈક પર તેમની પાસે આવી ચાલુ ગાડીએ હસમુખ તારી ગાઠીના કેટલાં હપ્તા બાકી છે તેમ કહેતાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ હપ્તા બાકી છે. જેથી તેણે અચાનક તને હપ્તા ભરવાની ખબર નથી પડતી. હું એચડીએફસી બેન્કમાંથી છું તારે ૧૫ હજાર જેટલાં લોનના હપ્તા ભરવાના થાય છે. જેથી તેમણે મારી પાસે હાલમાં રૂપિયા નથી. સગવડ થશે તો હપ્તા ભરી દઈશ, જેના પગલે તેણે અત્યારે તારી પાસે ૧૫ હજાર નહીં હોઈ પણ પ હજાર આપી દે હું બેન્કવાળા સાથે વાત કરી સેટલમેન્ટ કરી આપીશ તેમ કહી એક ચ્હાની ચાલી પાસે તેમને ઉભા રખાવ્યાં હતાં.

જે બાદ તેમની બાઈક ત્યાંજ મુકાવી દઈ તેમને હું બેન્કોની ગાડીઓ ખેંચતા યોગેશ બેલેરાવનો માણસ છું મારુ નામસ સંજુ વસાવા છે તેમ જણપાવી તારે ગાડી લઈ જવી હોય તો સાંજ સુધીમાં ૧૫ હજાર કે ૫ હજાર આપી જજે તેમ કહેતાં તેઓ ઘરે જતાં રહ્યાં હતાં. જે બાદ સાંજ તેમના પર સંજયે ફોન કરી રૂપિયાની સગવડ થઈ કે નહીં, જો ના થઈ હોય તો ગાડી બેન્કમાં જમા કરાવી દઈએ છીએ તેમ કહેતાં તેમણે ગાડી જમા કરવા કહી દીધું હતું. દરમિયાનમાં ગત ૨૩મી ફેબ્રુઆરીએ બેન્કમાંથી તેમના પર લોનના હપ્તા ભરવા માટે ફોન આવતાં તેમણે તમામ કહિકત કહેતાં તેમની બાઈક હજી બેન્કમાં જમા થઈ ન હોવાનું જણાતાં તેઓએ તેમની સાથે ઠગાઈ કરી હોવાનું જણાયું હતું તેમણે સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ને 100 વર્ષ થયાં

ProudOfGujarat

અંકલેશ્વરમાં પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અઠવાડિયા બાદ પણ ખાડીમાં પ્રદુષિત જળ વહેવાનો સિલસિલો યથાવત,પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ..!

ProudOfGujarat

પાનોલી નજીક ખરોડ ગામ પાસેની ખુલ્લી જગ્યામા શંકાસ્પદ કોપર, નટ બોલ્ટ, લોખંડના સળીયા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!