Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ

Share

વાંકલ :

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હ્યુમન પાપીલોમા વાયરસ (HPV) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના અજમેર શહેરમાંથી કરવામાં આવ્યો હતો.

Advertisement

તેના અનુસંધાનમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ વાંકલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પરથી કરવામાં આવ્યો. જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરત તથા તાલુકા આરોગ્ય અધિકારી માંગરોળ ડૉ. સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરાયું છે.

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ લાભાર્થીને HPV રસી આપીને તાલુકા કક્ષાએ અભિયાનનો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, HPV રસી કિશોરીઓ અને યુવતીઓમાં સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગોથી રક્ષણ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ અભિયાન દ્વારા તાલુકામાં વધુમાં વધુ લાયક લાભાર્થીઓ સુધી રસી પહોંચે અને આરોગ્ય જાગૃતિ વધે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડએ રાયોટીંગ તથા નેગો. એકટ અંતર્ગત ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ભરૂચ શહેરમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગડખોલ ગામમાં આવેલી વર્ષા ફોટો નજીકથી જુગાર રમતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ProudOfGujarat

પંચમહાલ : શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને ત્રણ કર્મીઓ લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!