Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના શખ્સ સાથે મોબાઇલ સિમ ડિએક્ટિવેશનના નામે બંધ કરાવી ખાતામાંથી 15.65 લાખની ઠગાઇ

Share

સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોધાઇ, એરટેલ કંપનના અધિકારી તરીકે ફોન કરી કારસો રચ્યો
ભરૂચ.
ભરૂચ શહેરના નારાયણ સ્કવેર ખાતે રહેતા અમલકુમાર જ્ઞાનચુપ ગોરખ યાદવ  યુપીના દેવરિયાના વતની છે. તેઓ સાયખાની લ્યુના કેમિકલ કંપનીમાાં એક્ઝીક્યુટીવ તરીક ફરજ બજાવે છે . તેમની પાસે તેમના પુત્રએ આપેલો એરટેલ કંપનીોનો મોબાઇલ વાપરવા માટે લિધો હતો. જોકે ,ગત 25મી નવેમ્બરના રોજ તેમના મોબાઇક પર એક શખસે ફોનકર્યો હતો.તેણે પોતાની ઓળખ એરટેલ કંપનીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ તેણે ઉમેર્યું હતું કે તમે જે મોબાઇલ સિમનો ઉપયોગ કરો છો તે પંજાબ રાજ્યનો છે. તમે ગુજરાતમાં રહેતાં હોવાથી તમારા મોબાઇલ વપરાશમાં પીનકોડ અલગ બનાવે છે. જેથી તમારો પિનકોડ બદલવા માટે સિમકાર્ડ ત્રણ દિવસ માટ બંધ કરાવવો પડશે. તેમ કહીં તેમને વિશ્વાસમાં લીધા હતા. જો તમારે કોઇ કામ હોય તો પતાવી લો સાંજે સીમ બંધ થઇ જાશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેઓ નોકરીએ જતાં ત્યાં પહોચી પોતાના મોબાઇલ પર રીંગ મારતાં તે બંધ આવ્યો હતો. બાદમાં 30 નવેમ્બરે તેમના પુત્રના નામે બીજુ સીમ લીધું હતું. જે તેમના મોબાઇલમાં નાંખતાં તેમાં જૂના નંબર પરનું વોટ્સએપ એકાઉન્ટ ચાલુ હોઇ તેમાં મેસેજ જોતાં તેમાં બજાજ ફાયનાન્સનો 2 લાખ ડ્રો ડાઉનનો મેસેજ આવ્યો હતો. જેથી તેની જાણકારી મળવી તપાસ કરતાં તેમનું સિમકાર્ડ બંધ કરાવી કે હેક કરી કોઇ રીતે ગઠિયાઓએ તેમના એકાઉન્ટની વિગતો મેળવી અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રુપિયા 15.64 ટ્રાન્સ્ફર કરાવી લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેમણે આખરે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નડિયાદ પાલિકા દ્વારા ગંજ બજારમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

ProudOfGujarat

આમોદમાં ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિતના હોદ્દેદારોએ શા માટે રાજીનામા આપ્યા..જાણો વધુ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!