Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝનોર ગામે જમીન વિવાદમાં સોસાયટીના રહિશોનો શખ્સ સાથે ઝપાઝપી

Share

સર્વે નં. ૨૯૩ની બોર્ડરની ખરાઈ કરાવવા માટે માપણી કરાવતી વેળાં ધિગાણું સર્જાયું

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે આવેલાં દરબાર ફળિયામાં રહેતાં હેમેન્દ્રસિંહ કિરણસિંહ રણા ગામના પ્રવેશ ગેટ પાસે જ કપડાની દુકાન ચલાવે છે અને ગામમાં સામાજિક આગેવાન તરીકે કામ કરે છે. ઘણા સમયથી તેમના ગામમાં ટાંકી ફળિયામાં સર્વે નં. ૨૯૩માં આવેલી સોસાયટોનો નકશો ન હોવાથી ત્યાંના રહિશોએ ગેરકાયદે દબાણ ઉભું કરી દીધુ હતું. ઉપરાંત સોસાયટીની આગળની જગ્યા જેને સોસાયટીનો કોમન પ્લોટ ગણવામાં આવે છે તે જમીન તેમના કુટુંબીજનોની હોવાથી તેઓ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.

ગત રવિવારે સવારના દશેકવાગ્યે પ્રાઈવેટ જમીન માપણી અને સર્વેયર શ્રવણ રાણાને બોલાવી તેમના કુટુંબીજનો ભુમીરાજસિંહ યોગેન્દ્રસિંહ રાજ તેમજ જશપાલસિંહ રાજેન્દ્રસિંહ રાજ જમીન માપણી માટેની કવાયત કરી રહ્યાં હતાં. તે વેળાં સોસાયટીમાં રહેતાં રામજી મંગુ પટેલ તેમજ તેમની પત્ની પાર્વતિબેન, મુકેશ મણીલાલ બારીયા તેમજ તેમની પત્ની, હિતેશ સોમા વાળંદ, પાર્વતી રામજી પટેલ, ધર્મિષ્ઠા રાકેશ પટેલ, કેશરસિંગ વજેસંગ સોલંકી, દિપ્તી ચિરાગ સોલંકી તેમજ ગૌરાંગ પટેલે એકસંપ થઈ ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેઓએ તેમને તેમની સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. જેથી તેમણે તમને સમજાવ્યાં હતાં કે, અમે તમારી પ્રોપટીમાં પ્રવેશીને કોઈ માપણી નથી કરાવતાં ફક્ત સર્વે નં. ૨૯૩ની બોર્ડરની ખરાઈ કરાવવા માટે માપણી કરાવી રહ્યાં છે. તેમ છતાં તેઓએ તેમને ધમકાવી અહીં કોઈ માપણી કરવાની નથી તેમ કહી ઉંગ ઝઘડો કરી તેમની સાથે ઝપાઝપી કરી તેમને તમાચા ઝિંકી દીધાં હતાં. અરસામાં દિપ્તીબેન નામની એક મહિલાએ તેમને ધમકી આપી હતી કે, અમે ટીબા ફળિયાવાળા તને મારવા શોધીએ જ છીએ અને તારા ટાંટીયા ભાંગી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાણા વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિકમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું – પીએટી 11.8% વધ્યો અને જીડીપીઆઈ 18.9% વધી, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતા વધુ છે

ProudOfGujarat

વડોદરાનાં મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડો. હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરાયા

ProudOfGujarat

ભરૂચમાં હિટ એન્ડ રન અકસ્માતમાં વૃદ્ધનું મોત, પુત્રે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!