Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જીએનએફસી કંપનીમાં ૧૫.૮૨ લાખના બોગસ મેડિકલ બીલ કેસમાં પિતા-પુત્રની ધરપકડ

Share

 

આરોપી પિતા-પુત્ર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હોવાની પોલીસની કેફિયત

Advertisement

 

ભરૂચ

ભરૂચની જીએનએફસી કંપનીમાં ૧૫.૮૨ લાખનું બોગસ મેડિકલ બીલ પાસ કરવાના કૌભાંડમાં કંપનીના જૂનિયર કાયર ઓપરેટર તેમજ મેડિકલ સ્ટોર સંચાલકને ધમકીઓ આપવાના સબબમાં તેમના પુત્ર સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, પોલીસ ફરિયાદ બાદ બન્ને આરોપીઓ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં પોલીસે બન્નેની ધરપકડ કરી તેમને કોર્ટમાં હાજર કરતાં અદાલતે તેમના ૫મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

ભરૂચની જીએનએફસી કંપનીમાં ફરજ બજાવતાં જૂનિયર ફાયર ઓપરેટર ગૌતમ પટેલે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી તેમના તેમજ તેમના આશ્રિત પત્ની તથા માતાની મેડીકલ સારવાર માટે ઘણી મોટી રકમના મેડિકલ બીલો કંપનીની કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા રજૂ કર્યા હતાં. જેમાં તેમને કુલ ૧૭.૧૩ લાખથી વધુની ચુકવણી કંપનીએ તેમના ખાતામાં જમા કર્યા હતાં. જોકે, તે પૈકીના ૧૫.૮૨ લાખના દીપ મેડીસીન્સના ૧૧૩ બિલ, શ્રીજી ફાર્મસીના ૫ બીલ તેમજ મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના 68બીલ રજૂ કર્યા હતાં. તેણે રજૂ કરેલાં બીલો પૈકીના ૧૮૯ બીલ બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના પગલે કંપની સંચાલકોએ જે તે મેડિકલ સ્ટોરના સંચાલકોના નિવેદનો લેતાં ગૌતમ પટેલના પુત્ર ગૌરાંગે શ્રીજી ફાર્મસીના સંચાલકોને તેમના નિવેદન બદલવા ધાકધમકીઓ આપી હતી. તેઓ નિવેદન નહીં બદલે તેનો તેના પિતાની નોકરીનો પ્રશ્ન ઉભો થશે તેમ જણાવી જો તેમને કાંઈ પરો તો તમારું જીવવાનું ભારે પડી જશે તેવી પમકીઓ આપી હતી. જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કંપનીમાં ઠગાઈ કરવાના કારસામાં ગૌતમ પટેલ તેમજ શ્રીજી ફાર્મસીના સંચાલકોને ધમકાવવા બદલ તેમના પુત્ર મળી બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવતાં આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેમની ધરપકડ કરી હતી. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તેમણે ભોગસ બીલ કેવી રીતે બનાવ્યાં તે સહિતની વિગતો મેળવવા તેમના રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજૂ કરતાં અદાલતે તેમના પમી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે.


Share

Related posts

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે રાજયકક્ષા નો “વેદ થી નવઉદ્યમ સુધી” નામ નો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!