Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે

Share

કાર્યક્રમના આયોજનના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
વાંકલ :: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા:૭મી માર્ચના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે.
આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા બિરસામુડા સાંસ્કૃતિક ભવન ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીએ બેઠક વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજની વ્યવસ્થા, પોલિસ બંદોબસ્ત, મંડપ, પાર્કિંગ વ્યવસ્થા, સિચાઇ, આરોગ્ય સહિત તમામ વિભાગોને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મૌન ધરણાં વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી

ProudOfGujarat

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!