Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Share

વર્ષ 2015 માં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો પર કેસો કરવામાં આવ્યા હતા. જે હજુ સુધી પરત ન ખેંચાતા સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો સાથે જ જો માંગ પૂરી ન થાય તો પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મ્ક કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વર્ષ 2015 માં ગુજરાતમાં અનામતની માંગ સાથે પાટીદારોનું આંદોલન શરુ થયું હતું અને આ આંદોલન ઉગ્ર પણ બન્યું હતું. આ આંદોલનમાં પાટીદાર યુવાનો પર અનેક કેસો કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા આ કેસો પરત ખેંચવાની બાંહેધરી આપી હતી પરંતુ આજદિન સુધી કેસો પરત ખેચવામાં ન આવતા ગુજરાતમાં પાસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સુરતમાં પણ પાસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં અલ્પેશ કથીરિયા, ધામિક માલવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે સરકારને ૧૫ દિવસનો સમય આપીએ છીએ અને જો ૧૫ દિવસમાં અમારી માંગ પૂરી ન થશે તો પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

મુંબઈમાં સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ : તેનો પરિવાર હાલ મુંબઈની બહાર.

ProudOfGujarat

દબાણ અને ભ્રષ્ટાચારના મામલે કલેક્ટરના હુકમોની ક્યાં થઈ અવગણના જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!