Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

Share

સુરતનાં પુણા ગામ ખાતે આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયાની આગેવાનીમાં પોસ્ટ ઓફિસ ખાતે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

જેમાં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા તેમક કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ કરવામાં આવી હતી. આ પોસ્ટ કાર્ડમાં સુરતના પુણાગામની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંદાજે 5 હજારથી વધુ પોસ્ટ કાર્ડ મુખ્યમંત્રીને લખવામાં આવ્યા હતા. સુરેશભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે સુરતમાં 12 ધારાસભ્ય હોવા છતાં લોકોની માંગ સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે અને ઘોર નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સેગવા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સિતપોણની ટીમનો પાંચ વિકેટથી ભવ્ય વિજય…

ProudOfGujarat

ભરૂચ : મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામમાં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી…

ProudOfGujarat

વડોદરામાં રાજસ્થાનથી માર્બલની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!