Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં આગામી  ૦૮મી માર્ચ ૨૦૨૬ થી ૧૪ માર્ચ ૨૦૨૬ સુધી વિશ્વ ઝામર સપ્તાહ ઉજવણી કરાશે

Share

 

 

Advertisement

 

ભરૂચ.

ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી ૦૮મી માર્ચ ૨૦૨૬ થી ૧૪મી માર્ચ ૨૦૨૬ દરમિયાન સમ્રગ રાજ્યમાં   વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી “Uniting For a Glaucoma-Free World” ના વિષય ઉપર કરવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લામાં કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જીલ્લા તબીબી અધિકારીના નેજાહેઠળ આરોગ્ય વિભાગ અને એનજીઓ દ્નારા રાષ્ટ્રીય અંધત્વ અને દ્વષ્ટ્રી ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આંખને લગતા વિવિધ રોગોનું સમયસર નિદાન તથા નિષ્ણાંતો  દ્વારા  જરૂરી સારવાર મળી રહે તે અંગેનું તાલુકવાર આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં આગામી તા. ૧૦-૦૩-૨૦૨૬ના રોજ હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્વ ખાતે, તા. ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ  અંકલેશ્વર તાલુકામાં સામુહિક આરોગ્ય  કેન્દ્વ ગડખોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે.

આ કાર્યક્રમમાં તા. ૦૯મી માર્ચ ૨૦૨૬ થી ૧૪ મી માર્ચ ૨૦૨૬ સુધી  જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે (ડો.કીરણ સી.પટેલ મેડીકલ કોલેજ ભરૂચ ) ખાતે આંખને લગતા વિવિધ રોગોના દર્દીઓનો નિષ્ણાંતો દ્વારા આગળની તપાસ કરી સર્જીકલ ટ્રીટમેન્ટ વગેરેની નિ:શુલ્ક સારવાર કરવામાં આવનાર છે. આ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્નારા અનુરોધ કરવામાં આવ્યો છે.  તેમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાઓના સર્વાંગીણ વિકાસ માં સહકાર અને વિકાસમા અવરોધ ઉભા કરનાર સામે અવાજ ઉઠાવ્યો

ProudOfGujarat

વડોદરાની નૂતન વિદ્યાલયનાં આચાર્યએ ડસ્ટર વડે મારતા વિદ્યાર્થીને હાથ પર ફ્રેકચર

ProudOfGujarat

ભરૂચના કોલેજ રોડ પર બની રહેલા નવા બ્રિજ ને આગળ સુધી લંબાવવા તેમજ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજ ની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ યોજાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!