Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયા

Share

 

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ સેવાકેન્દ્ર ખાતે તા. 05 ફેબ્રુઆરી 2026, ગુરુવારના રોજ સાંજે 06:30 થી રાત્રે 08:30 વાગ્યા સુધી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 300 થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયો જોડાયા હતા

Advertisement

જેમાં વિશેષ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદિ તથા બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંસ્થામાં સમર્પિત બહેનો જેમાં હોંગકોંગ દિલ્હી યુપી સહિત વિવિધ સ્થાનો પરથી પધારેલ બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત બહેનો ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

આ અવસરે વિશેષરૂપે જ્ઞાન સરોવરનાં ડિરેક્ટર તથા ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બી.કે. પ્રભાદીદીજી તેમજ વિવિધ સેવાકેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ મા આધ્યાત્મિક વાતાવરણમાં ધુળેટી પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવ્યો।

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ હોળી-ધૂળિયા પર્વના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે આ પર્વ બુરાઈઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરીને પવિત્રતા, પ્રેમ અને ભાઈચારા ના રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે. રાજયોગ સાધનાના માધ્યમથી આત્માને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા પણ આપવામાં આવી. તમામને વિવિધ રંગોથી ધૂળિયા પર્વ નિમિત્તે તિલક લગાવવામાં આવ્યો।

આ અવસરે ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોએ પરસ્પર પ્રેમ અને સૌહાર્દ સાથે એકબીજાને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી અને આધ્યાત્મિક રંગો સાથે પર્વની ખુશીઓ વહેંચી. કાર્યક્રમના અંતે સૌને પ્યારાં બાબાનો ભોગ વિતરણ કરવામાં આવ્યો।

આ રીતે હોળી-ધૂળિયાનો પવિત્ર પર્વ આધ્યાત્મિક ઉલ્લાસ, પ્રેમ અને સૌહાર્દના વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો।


Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ પૂરેપૂરો પગાર મળે તેવી માંગ કરી રહ્યા છે.

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

ProudOfGujarat

પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!