ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓએ તેમની જીવનીના અંશો યાદ કર્યાં
ભરૂચ.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. વિશ્વભરમાં મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તેમજ રાજકિય સિદ્ધીઓને બિરદાવાનો દિવસ. આજના દિવસે સમાજના ઉત્થાન માટે પોતાનું યોગદાન આપનારી મહિલાઓને બિરદાવામાં આવતી હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હાલમાં વિવિધ સ્થળે ફરજ બજાવી રહેલી મહિલાઓ વિવિધ રીતે સામાજિક જવાબદારીઓ પુરી પાડી રહી છે. ત્યારે તેમની જીવની લોકો માટે એક રોલ મોડલ સમાન બની રહે છે. મહિલાઓમાં માત્ર ઘર જ નહીં પરંતુ દેશ દુનિયા ચલાવવાની શક્તિ છે. મહિલા દિન નિમિત્તે તેમણે મહિલા શબ્દને માત્ર મહિલા ન સમજી તેને મહેનત, હિંમત તેમજ લક્ષ્યનું ત્રિવેણી સંગમ ગણાવ્યું હતું. હજી પણ કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં રાજકિય મહિલાઓ માત્ર ખુરશી પર બેસતી હોય છે અને તેના પતિ કે પરિવારના સભ્યો બધો વ્યવહા૨ કરતાં હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વિવિધ હોદ્દા પર બેસેલી મહિલાઓએ તેમની આવડત, ન્યાયીક જ્ઞાન અને દુરદ્રષ્ટીના અનેક પુરાવા આપ્યાં છે. ત્યારે મહિલાઓ માટે એક દિશાસુચક સમાન બનેલી મહિલા અધિકારીઓ પૈકીની કેટલીંક મહિલા અધિકારીઓએ તેમણે તેમનું મુકામ કેવી રીતે હાંસલ કર્યું તેની વાત કરી છે. ત્યારે તે કિસ્સાઓમાં પણ તેમના પ્રેરણાસ્ત્રોત પણ મહિલા જ હોવાનું સામે આવ્યું છે.
મારી માતા મારી પ્રેરણા સ્ત્રોત છે, તેમણે અમારા માટે ખુબ યોગદાન આપ્યું છે : પ્રકૃતિ સકાટ- પોલીસ ઈન્સ્પેક્ટરઅમે ગીરસોમનાથના કોડિનારના વતની છીએ. મારા પિતા ત્યાં સરકારી વેટરનરી ડોક્ટર છે. ધો. ૧૦સુધી ત્યાં જ અભ્યાસ કર્યો હતો. જે બાદ ૧૧-૧૨ સાયન્સ હોસ્ટલમાં રહીને કર્યું હતું. જે બાદ ઈલેક્ટ્રીક ઈન્જીનિયરિંગ કર્યું છે. ૨૦૧૭માં ગ્રેજયુએશન કર્યું તે સમયે જ જીપીએસસીએ પોલીસ ભરતી બહાર પડી હતી જેમાં પહેલી ટ્રબલમાં જ ૨૦૧૮માં પરીક્ષા પાસ કરી પહેલું પોસ્ટીંગ ભાવનગરમાં લીધું હતું. જે બાદ ર૦રરથી ભરૂચ જિલ્લામાં પોસ્ટીંગ છે જેમાં પહેલાં મહિલા પોલીસ સ્ટેશન બાદમાં દહેજ મરીન, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન અને બાદમાં જિલ્લા ટ્રાફીકમાં ફરજ બજાવી રહી છું. અમે ત્રણ સંતાન હોઈ અમારી માતા ગાંધીનગર રહીને અમને ભણાવતી હતી. પિતા કોડિનાર ખાતે જ રહેતાં હતાં. માતાએ તેમનું આખુ જીવન અમે ત્રણ સંતાનોમાં પુરૂ કરી નાંખ્યું.
મારા સાસુ શિક્ષક હતાં અને તેમનું જ સ્વપ્ન હતું કે હું ક્લાસ વન અધિકારી બનુ : મનીષા મનાણી-એસડીએમ, ભરૂચ.મારો જન્મ સુરતનો છે પણ અમે મુળ જામનગરના છીએ. સુરતમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે બાદ બારડોલીની માલીબા ફાર્મસી કોલેજમાંથી બીફાર્મ કર્યું અને ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ મેનેજમેન્ટ ( એનઆઈસીએમ)માંથી એમબીએ કર્યું હતું. જીપીએસસી યુપીએસસીની તૈયારી પહેલેથી કરતી જ હતી. દરમિયાનમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (ડીવાયએસઓ)ની પરીક્ષા પાસ કરી સચિવાલયમાં પહેલી નોકરી કરી હતી. જોકે, મારા સાસુ કે જે શિક્ષક હતાં તેમણે પહેલેથી જ મને દરેક પ્રકારનો સપોર્ટ કર્યો અને તેમણે જ મને એક ધ્યેય આપ્યો કે ક્લાસ વન ઓફિસ૨ બનવાનું છે. તેમના સ્વપ્નને સાકાર કરવા માટે મેં પણ મહેનત કરીને પરીક્ષા પાસ કરનાં ડેપ્યુટી કલેક્ટરમાં મારુસિલેક્શન થયું. પહેલું જ પોસ્ટીંગ ભરૂચ જિલ્લામાં મળ્યું છે. મારા જિવનમાં મારા સાસુ ધ્રુવના તારા જેવા છે. તેઓ મને સતત માર્ગદર્શન આપતાં રહે છે.
કોઈને પણ કાયદાકિય ન્યાય અપાવી શકે તે માટે પોલીસ બની : ભાવના મહેરિયા, પોલીસ ઈન્સ્પેક્ટર.હું મુળ અમદાવાદની છે ત્યાં જન્મી ત્યાં જ અભ્યાસ કર્યો. મેં ત્રિપલ ગ્રેજ્યુએશન કર્યું છે. અને છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ અદા કરી રહી છું. માતા-પત્ની તરીકેની જવાબદારીનું સંતુલન રાખીને ફરજ બજાવી રહી છું. હું પહેલેથી જ માનવતાવાદી વલણ ધરાવતી હોઈ મારૂ માનવું હતુ કે કોઈ એવા સ્થાને હોવું જોઈએ કે આપડે લોકોને કાયદાકિય રીતે ન્યાય અપાવી શકીએ. કિરણ બેદી, સ્વામી વિવેકાનંદ, લીના પાટીલ, નિપુર્ણા તોરવણે એ મારા રોલ મોડલ છે. મેં સેલ્ફ ડિફેન્સની સાથે સાથે મહિલાઓને લગતા સ્પેશિપલ કાયદાની તાલીમ મેળવી છે. જેના થકી અનેક ડિપ્રેશનમાં ગયેલી મહિલાઓને કાઉન્સિલીંગ કરી તેને ડિપ્રેશનમાંથી બહાર લાવી છે.

અમે ગીરસોમનાથના કોડિનારના વતની છીએ. મારા પિતા ત્યાં સરકારી વેટરનરી ડોક્ટર છે. ધો. ૧૦સુધી ત્યાં જ અભ્યાસ કર્યો હતો. જે બાદ ૧૧-૧૨ સાયન્સ હોસ્ટલમાં રહીને કર્યું હતું. જે બાદ ઈલેક્ટ્રીક ઈન્જીનિયરિંગ કર્યું છે. ૨૦૧૭માં ગ્રેજયુએશન કર્યું તે સમયે જ જીપીએસસીએ પોલીસ ભરતી બહાર પડી હતી જેમાં પહેલી ટ્રબલમાં જ ૨૦૧૮માં પરીક્ષા પાસ કરી પહેલું પોસ્ટીંગ ભાવનગરમાં લીધું હતું. જે બાદ ર૦રરથી ભરૂચ જિલ્લામાં પોસ્ટીંગ છે જેમાં પહેલાં મહિલા પોલીસ સ્ટેશન બાદમાં દહેજ મરીન, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન અને બાદમાં જિલ્લા ટ્રાફીકમાં ફરજ બજાવી રહી છું. અમે ત્રણ સંતાન હોઈ અમારી માતા ગાંધીનગર રહીને અમને ભણાવતી હતી. પિતા કોડિનાર ખાતે જ રહેતાં હતાં. માતાએ તેમનું આખુ જીવન અમે ત્રણ સંતાનોમાં પુરૂ કરી નાંખ્યું.
મારો જન્મ સુરતનો છે પણ અમે મુળ જામનગરના છીએ. સુરતમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે બાદ બારડોલીની માલીબા ફાર્મસી કોલેજમાંથી બીફાર્મ કર્યું અને ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ મેનેજમેન્ટ ( એનઆઈસીએમ)માંથી એમબીએ કર્યું હતું. જીપીએસસી યુપીએસસીની તૈયારી પહેલેથી કરતી જ હતી. દરમિયાનમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (ડીવાયએસઓ)ની પરીક્ષા પાસ કરી સચિવાલયમાં પહેલી નોકરી કરી હતી. જોકે, મારા સાસુ કે જે શિક્ષક હતાં તેમણે પહેલેથી જ મને દરેક પ્રકારનો સપોર્ટ કર્યો અને તેમણે જ મને એક ધ્યેય આપ્યો કે ક્લાસ વન ઓફિસ૨ બનવાનું છે. તેમના સ્વપ્નને સાકાર કરવા માટે મેં પણ મહેનત કરીને પરીક્ષા પાસ કરનાં ડેપ્યુટી કલેક્ટરમાં મારુસિલેક્શન થયું. પહેલું જ પોસ્ટીંગ ભરૂચ જિલ્લામાં મળ્યું છે. મારા જિવનમાં મારા સાસુ ધ્રુવના તારા જેવા છે. તેઓ મને સતત માર્ગદર્શન આપતાં રહે છે.
હું મુળ અમદાવાદની છે ત્યાં જન્મી ત્યાં જ અભ્યાસ કર્યો. મેં ત્રિપલ ગ્રેજ્યુએશન કર્યું છે. અને છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ અદા કરી રહી છું. માતા-પત્ની તરીકેની જવાબદારીનું સંતુલન રાખીને ફરજ બજાવી રહી છું. હું પહેલેથી જ માનવતાવાદી વલણ ધરાવતી હોઈ મારૂ માનવું હતુ કે કોઈ એવા સ્થાને હોવું જોઈએ કે આપડે લોકોને કાયદાકિય રીતે ન્યાય અપાવી શકીએ. કિરણ બેદી, સ્વામી વિવેકાનંદ, લીના પાટીલ, નિપુર્ણા તોરવણે એ મારા રોલ મોડલ છે. મેં સેલ્ફ ડિફેન્સની સાથે સાથે મહિલાઓને લગતા સ્પેશિપલ કાયદાની તાલીમ મેળવી છે. જેના થકી અનેક ડિપ્રેશનમાં ગયેલી મહિલાઓને કાઉન્સિલીંગ કરી તેને ડિપ્રેશનમાંથી બહાર લાવી છે.