Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

Share

વડોદરામાં સાયબર ક્રાઈમના ગુનાઓને તેમજ મહિલાઓને લગતી સમસ્યાઓ વિશે J.C.P ચિરાગ કોરડીયા તેમજ ડોક્ટર સમથિંગ અને ઝોન-૩ કરજણના A.C.P એસ બી કુપાવત દ્વારા એક માહિતીસભર સેલ્ફ પ્રોટેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરામાં હાલના સમયમાં બનતા સાઇબર ક્રાઇમ ફ્રોડ, વ્યસનમુક્તિ, મિશન ક્લિન તેમજ મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓ જેવા કે છેડતી, જાતીય સતામણી, ઘરેલુ હિંસા, બળાત્કાર, અપહરણ સ્ત્રી અત્યાચારને લગતા ગુનાઓ અટકાવવા માટે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર્ચ્યુન એન્જિનિયર ક્લાસીસ ખાતે મકરપુરા શી-ટીમ સાથે રહી 45 જેટલા વિદ્યાર્થીઓને “she team vadodara city” એપ્લિકેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ સેલ્ફ પ્રોટેકશન કેવી રીતે કરવું તેની પણ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પી.આઇ પટેલ, વર્ષાબેન, રૂપસિંહ, અનિલ મહાદેવ, ક્રિષ્નાબેન, ચેતનાબેન, રમેશભાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

આવતા મહિનાથી તમારું 5-સ્ટાર AC 4-સ્ટાર થશે, જાણો શા માટે રેટિંગ પર થશે અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!