Proud of Gujarat
INDIAFeaturedGujarat

આવતા મહિનાથી તમારું 5-સ્ટાર AC 4-સ્ટાર થશે, જાણો શા માટે રેટિંગ પર થશે અસર.

Share

એર કંડિશનર AC ના એનર્જી રેટિંગને લગતા નિયમો આવતા મહિનાથી બદલાવા જઈ રહ્યા છે. નવા રિપોર્ટ અનુસાર 1 જુલાઈથી રેટિંગમાં ફેરફાર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે 5-સ્ટાર એસી મોડલ માટે વધુ પાવર કઝમ્પશન ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે સ્ટાર રેટિંગ શું છે. સ્ટાર રેટિંગ એસી અથવા અન્ય ડિવાઇસમાંમાં પાવર કઝમ્પશન દર્શાવે છે. આ રેટિંગ BEE અથવા બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી દ્વારા જાહેર કરવામાં આવે છે. જે યુઝર્સને જણાવે છે કે AC ચલાવવા માટે કેટલા પાવરની જરુર પડશે.

Advertisement

વધુ સ્ટાર એટલે વધુ ઉર્જા બચત અને ઓછું વીજળી બિલ. આ રેટિંગ EER અથવા પાવર કઝમ્પશન ક્વોલિટી પર આધારિત હોય છે. ખરીદદારો ISEER રેટિંગ સ્ટાન્ડર્ડમાંથી એનર્જી રેટિંગ જોઈ શકે છે. વર્ષ 2018 થી આ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ખરેખર ISEER એ CSTL- કૂલિંગ સીઝનલ ટોટલ લોડ અને CSEC- ઠંડક સીઝનલ એનર્જી કન્ઝમ્પશનનો છે. જો તમે આને સાદી ભાષામાં સમજીએ તો એસી એક વર્ષમાં કેટલી ગરમી દૂર કરી શકે છે અને તેના માટે કેટલો પાવર લેશે તેનો ગુણોત્તર. નવી સ્ટાર રેટિંગ આવતા જ હવે એસી એનર્જીના સ્ટાર રેટિંગમાં એકનો ઘટાડો થશે. એટલે કે આ વર્ષે ખરીદેલ 5 સ્ટાર AC આવતા મહિનાથી 4 સ્ટાર AC બની જશે. વિન્ડોઝ અને સ્પ્લિટ એસી બંને માટે ફેરફાર થશે. બંનેના રેટિંગમાં થોડો ફેરફાર થશે.

એક રિપોર્ટ અનુસાર, નવા રેટિંગ સાથે ACની કિંમતમાં 7 થી 10 ટકાનો વધારો થઈ શકે છે. તેનું કારણ ઉત્પાદન ખર્ચમાં વધારો હોવાનું કહેવાય છે. આની અસર ફ્રિજ પર પણ પડશે. પરંતુ, આ ફેરફાર આવતા વર્ષે જોવા મળશે. એટલે કે જાન્યુઆરી 2023થી ફ્રીજનું રેટિંગ પણ બદલાશે. BEE એ AC માટે પાવર રેટિંગ બદલવાનો સમય જાન્યુઆરી 2022 નક્કી કર્યો હતો. પરંતુ કંપનીઓની વિનંતી બાદ તેને 6 મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. કંપનીઓની દલીલ એવી હતી કે કોવિડને કારણે જૂનો સ્ટોક ખતમ થયો નથી. આ કારણે તેમને વધુ સમયની જરૂર છે. AC માટે રેટિંગમાં ફરી ફેરફાર વર્ષ 2025માં થશે. 1 જુલાઈથી અમલમાં આવનાર આ ફેરફાર ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.


Share

Related posts

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ કુલ 32 કોરોના પોઝિટિવ કેસ જણાતા ભરૂચ જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ દર્દીનો આંક 507 સુધી પહોંચી ગયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!