Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં 3.446 કિલો ગાંજો સાથે મહિલા ઝડપાઈ, ₹1.78 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

 

Advertisement

 

ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર પર અંકુશ લાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN BHARUCH” અભિયાન હેઠળ ભરૂચ એસઓજી ટીમે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સોનીકુમારી પતિ મુકેશ વસદેવ માંડલ (રહે. મકાન નં. 295, માંગલદીપ સોસાયટી, રાજપીપળા રોડ, સારંગપુર, અંકલેશ્વર)ના રહેણાંક મકાનમાંથી 3 કિલો 446 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત એક મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ અંદાજે ₹1,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં સુમિત નામના એક અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે, જે ઓડિશાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


Share

Related posts

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ગૌરીવ્રતનાં જાગરણનાં દિવસે છેડતીનો બનાવ બનતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!