Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગૌરીવ્રતનાં જાગરણનાં દિવસે છેડતીનો બનાવ બનતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય.

Share

તાજેતરમાં ગોરોનાં વ્રતનું જાગરણ હતું તે દિવસે ભરૂચ નગરમાં ગોરો કરનાર કુમારિકાઓ બાગ-બગીચા બંધ હોવાના પગલે આડોશી પાડોશીમાં બહેનપણીઓનાં ત્યાં જઇ જાગરણ કર્યું હતું. ત્યારે જાગરણ નિમિત્તે બહેનપણીનાં ત્યાં ગયેલ સગીરવયની કુમારિકા સાથે છેડતીનો બનાવ બન્યો હોવાની માહિતી સાંપડી રહી છે. આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ સગીરવયની છોકરીએ આ બનાવ આંગે વધુ વિગત આપવા હાલ પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદમાં કદાચ વધુ કલમો ઉમેરાય તેવી શંકા જાહેર કરેલ છે. અત્રે નોંધવું રહ્યું કે અગાઉનાં સમયમાં જાગરણ નિમિત્તે બાગ-બગીચા ખુલ્લા રાખવામા આવતા તેમજ કેટલા કાર્યક્રમોનું પણ આયોજન થતું પણ કોરોના મહામારીને કારણે બંધ હતા વ્રત કરનાર કુમારિકાઓ માટે જાગરણ કયાં કરવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેથી કુમારિકાઓ બહેનપણીનાં ત્યાં અથવા પડોશીના ત્યાં ભેગા મળી જાગરણ કર્યું હોવાથી માહિતી સાંપડી રહી છે ત્યારે કેટલાંક છેડતીનાં કિસ્સાઓની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે હાલ પૂરતી એ ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

Share

Related posts

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગામ તળાવની બાજુમાં 6.30 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાથી સજજ લેક પાર્ક બનાવાશે..

ProudOfGujarat

ડાંગ-માલેગામ ઘાટમાર્ગમાં માલસામાન ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!