અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી સોમવારના રોજ કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ગીતા શ્રીવત્સન ,અતિથી વિશેષ તરીકે શ્રીમતી મીસેલ ગણેશની,શ્રીમતી રશ્મી જોષી અને ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા, પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો ની ઉપસ્થીતી માં મહિલા દિવસ નો કાયઁકમ યોજવામાં આવ્યો હતો. શ્રીમતી ગીતા શ્રીવત્સન પોતાના વકતવ્ય માં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. અતિથી વિશેષ શ્રીમતી મીસેલ ગણેશની,શ્રીમતી રશ્મી જોષી જણાવ્યુંકે હવે મહિલા કોઈ પણ ક્ષેત્ર માં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કુલ ના પ્રમુખ નાઝુ ફડવાલા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખુબ ઝડપથી આગળ વધી રહીછે.દેશ અને સમાજના વિકાસમાં મહત્વનું યેગદાન આપી રહી છે.આજના આ આપણા વિકસીત દેશમાં મહિલાઓનું ખુબ મોટો ફાળો છે. હું આપ સવઁનેઆંતર રાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
આજના આ મહિલા દિવસ ની ઉજવણી માં શીક્ષકો દ્વારા મહિલા દિવસ ની થીમ પર સાંસ્કૃતીક કાયઁકમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સ્કુલ દ્વારા મિહલા દિવસ ના ભાગરુપે શિક્ષકોનું અને એકટીવ વિઘ્યાથીઁઓનું સનમ્માન પણ કરવામાં આવ્યું હતું.કાયઁકમનાં માં સ્વાગત પ્રવચન શિક્ષીકા ઇનસીયા દડાવાલા દ્વારા અને આભારવીધી શિક્ષીકા મારીયા કાનુગા દ્વારા કરવામાં આવી હતી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
Advertisement
