Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતાં એક કામદારનું મોત થયું.

Share

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજને ધટનામાં એક કામદારનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. દહેજ જીઆઇડીસીની ઇજેક લિમિટેડ કંપનીમાં આજરોજ સવારે ઉત્પાદન પ્રક્રિયામાં દરમિયાન પ્રેસર વેસલ પ્લાન્ટમાં ગેસ લીકેજની ધટના બની હતી. આ સમયે ભરૂચના શેરપુરા ગામનો રહીશ તોફિક ઐયુબ ખીલજીને ગેસની ઝેરી અસર લાગતાં તે બેશુદ્ધ બન્યો હતો. જોકે કંપનીના સત્તાધીશો તેને તાત્કાલિક અસરથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સતત ચોથા વર્ષે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન

ProudOfGujarat

દહેજની બિરલા કોપરના જનરલ મેનેજર સાથે ૫૮ લાખની ઓનલાઈન ઠગાઈ

ProudOfGujarat

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!