Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ત્રીભૃણ ગર્ભ પરીક્ષણ તથા તેના સંબંધિત બિનઅધિકૃત કૃત્યો પર પ્રતિબંધ અંગે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Share

ભરૂચ :

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે ભરૂચ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં એક્ટના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ રિન્યુઅલ રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી.

Advertisement

બેઠક દરમિયાન પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ હેઠળ સ્ત્રીભૃણ ગર્ભ પરીક્ષણ તથા તેના સંબંધિત બિનઅધિકૃત કૃત્યો પર પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવા અને કાયદાનો કડક અમલ કરવા પર ભાર મૂકાયો હતો. આ એક્ટ અંતર્ગત આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈઓ પણ ચર્ચાઈ હતી.

કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.)ના પ્રતિનિધિ ચિંતન તોલાટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા પીસી-પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.


Share

Related posts

रिलायंस बिग सिनर्जी और स्टार माँ का थ्रिलर और फिक्शन सीरियल “अमेकथा” का प्रीमियर 4 नवंबर को स्टार माँ पर होगा!

ProudOfGujarat

રાજપીપળા : કુબેર ભંડારી મંદિર આજથી કોરોનાના બે મહિનાના લોકડાઉન બાદ પુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!