Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક ડ્રાઈવરનો મોબાઈલ હેક કરી ૧.૪૭ લાખથી ઓનલાઈન ઠગાઈ

Share

 

યુવાને સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Advertisement

। ભરૂચ ।

ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતાં અરવિંદ નટવર રાવલ એમટી શાખામાં છ મહિનાથી કાન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત 8 માર્ચના રોજ તેઓ સાંજના સાડા ૬ વાગ્યાના અરસામાં નોકરીએથી ઘરે જવા નિકળ્યાં હતાં. તે વેળાં મક્તમપુર જીઈબી કચેરી સામે એક ગલ્લા પરથી તેમણે પાણીની બોટલ લીધી હતી. જેનું તેમણે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.

જે બાદ તેઓ તેમના ઘરે પહોંચ્યા હતાં. દરમિયાનમાં સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેમના એકાઉન્ટમાંથી ૯૮ હજાર રુપિયા ઉપડી ગયાનો મેસેજ આવતાં તેઓ ગભરાઈ ગયો હતો. તેમણે તુરંત તેમની એપ્લિકેશનમાં ચેક કરતાં તેમણે કોઈ પેમેન્ટ કર્યુ ન હોવા છતાં તેમાં રૂપિયા ઓછા હોવાનું જણાતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતું. તેમણે ઓનલાઈન ફરિયાદ કરવા તેમના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતાં તેમાંથી અગાઉ ૫ માર્ચના રોજ ૫૦ હજાર રૂપિયા પણ કપાઈ ગયાં હોવાનું માલુમ પડયું હતું. તેમણે મામલાને લઈને ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ટીમે તેમના બેન્કના સ્ટેટમેન્ટના વધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે કુલ ૧.૪૮ લાખની ઠગાઈ કરવા અંગેની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મુલાકાતી-પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવતું પોલીસ ટેકનોલોજીનું અનોખું પ્રદર્શન

ProudOfGujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ગામની સીમમાં ખેતરના કુવામાંથી કોસુમની યુવતીનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!