Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવ ખાતે ટીબી નિદાન કેમ્પનું આયોજન, મફત આરોગ્ય સેવાઓથી ગ્રામજનોને લાભ

Share

વાંકલ : “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ઝંખવાવ ગ્રામ પંચાયત મુકામે ટીબી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર, સુરત તથા DTO ડૉ. દિનેશ વસાવા અને THO ડૉ. સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ, દીપક ફાઉન્ડેશનના સહયોગથી તાલુકા માંગરોળના PHC લવેટ અંતર્ગત CSC ઝંખવાવ ખાતે આ કેમ્પ યોજાયો હતો.

કેમ્પ દરમિયાન ગ્રામજનોને ચેસ્ટ એક્સ-રે, CBC તથા આંખોની તપાસ (Eye Check-up) જેવી મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Advertisement

આ પ્રસંગે પૂર્વ સરપંચ ઉમેદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પની કામગીરીમાં PHC લવેટના ડૉ. કૃત્તિ સિંઘાલા, STS સલમાનભાઈ પઠાણ, STLS પ્રણવ પટેલ, MPHW જયદીપભાઈ મહિડા, MPHW વિપુલ ગામિત તેમજ CHO દીપિકાબેન ચૌધરીએ મહત્વપૂર્ણ સહભાગીતા નોંધાવી હતી.

આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ટીબી જેવી ગંભીર બીમારીના સમયસર નિદાન અને સારવાર માટે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.


Share

Related posts

कियारा आडवाणी ने आखिर बताया ही दिया की वो किससे प्यार करती हैं

ProudOfGujarat

રાજપીપળા : મોસ્કુટથી બોરીપીઠા થઈ ડેડીયાપાડા આવતા રસ્તા પર ઝાડી – ઝાંખરા વધી જતા અકસ્માતનો ભય.

ProudOfGujarat

ભરૂચ : ઝનોરની NTPC બાલ ભારતી શાળા ખાતે ટ્રાફિક અને સાયબર જાગૃકતા વિશે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!