Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં લાઈટના થાંભલા નીચે જુગાર રમતાં ૫ ઝડપાયાં, ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત

Share

 

। ભરૂચ ।

Advertisement

દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજગામની સીમમાં આવેલાં મખનેશ્વર મહાદેવ મંદિરે જવાના રોડ પર લાઈટના થાંભલા નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે.જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં પોલીસનો જોઈ જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.જોકે, પોલીસે તમામ પાંચ જુગારિયાઓને ઝડપી પાડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ વિષ્ણુ ફતેસંગ પટેલ, કલ્પેશ અર્જુન રાઠોડ, રાહુલ શનુ પઢિયાર, બળવંત શ્રવણ રાઠોડ તથા યોગેશ અરવિંદ રાઠોડ હોવાનું માલુમ પડયું હતુ. બનાવને પગલે ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ ૧૭ હજારથી વધુની રોકડ જપ્ત કરી ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં પીવાના પાણીની સુવિધાના અભાવે અરજદારો પરેશાન : દુષિત પાણીનો આક્ષેપ, નગરસેવકે પાણીના કારબા મુકાવી તંત્ર સામે ઉઠાવ્યા પ્રશ્નો

ProudOfGujarat

લોકડાઉન બાદ ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યામાં કેમ થયો વધારો ? જાણો વધુ.

ProudOfGujarat

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!