Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બૌડાની મળેલી બેઠકમાં ૨૦૩ કરોડનું બજેટ મંજુર કરાયુ

Share

ભરૂચ અંકલેશ્વરના સર્વાગી વિકાસને પ્રાથમિકતા અપાઈ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ( બૌડા) ની બોર્ડ બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૨૦૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

ભરૂચ અને અંક્લેશ્વર શહેરમાં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી અંતર્ગત વિકાસ કામો કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન ગૌરાંગ મકવાણાની અધ્યતામાં બોર્ડનીબેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૨૦૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યાં છે. જેમાં બીડા વિસ્તારમાં ૩૦.૫૪ કરોડની મહેસુલી આવકનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યુ છે. ઉપરાંત ૩૧ કરોડની અન્ય ફંડની આવકનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બજેટમાં ભરૂચ અને અંક્લેશ્વર વિસ્તારના સર્વાગી વિકાસ અને નગરજનોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રસ્તાઓના નવીનિકરણ માટે ૧૬૦.૯૫ કરોડની ફાળવણી કરવામાં આવ્યાં છે. જયારે તળાવોના વિકાસ માટે ૧૯.૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

ભરૂચ-અંક્લેશ્વર વિસ્તારના મહત્વના જંક્શનને રોડ સેફ્ટીના ધોરણો મુજબ વિકસાવવા માટે ૩.૮૭ કરોડ ફાળવવામાં આવ્યાં છે. ટીપી-ડીપી વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઈટના કામો માટે ૬.૧૬ કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ બજેટની ભરૂચ-અંક્લેશ્વર વિસ્તારમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે તેમજ તેનાથી નગરજનોને સારી સુવિધાઓ ઉપ્લબ્ધ થશે.


Share

Related posts

ગોધરા એમજીવીસીએલ અને પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરીને 85 લાખથી વધુની વીજચોરી ઝડપી.

ProudOfGujarat

તંત્રની બેદરકારી :ભરૂચ: નગરપાલિકા દ્વારા ત્રણ કરોડ 28 લાખનો આર સી સી રોડ મંજુર હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં :કોઈ કામગીરી ઘરાઈ નથી .

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી. બસ ડેપોમાંથી હીરાની ચોરી કરેલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!