Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં પેટ્રોલ પુરાવા વાહન ચાલકોની પડાપડી : યુદ્ધની સ્થિતીને લઈને અફવા બજાર ગરમ

Share

 

પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલપંપ સંચાલક દૂષ્યંત પટેલે કહ્યું ઈધણની કોઈ કમી નથી

Advertisement

 

ભરૂચ.

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સ્થિતીના કારણે ઈધણની સપ્લાય પર અસર પડે તેવી અફવાઓ ફેલાવાને કારણે ભરૂચ શહેર જિલ્લામાં સોમવારે આખો દિવસ પેટ્રોલ પંપ પર વાહનનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલપંપના સંચાલક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, સ્ટોક પુરતાં પ્રમાણમાં છે. લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું જરૂરી છે.

ભરૂચ શહેર જિલ્લામાં સોમવારે પેટ્રોલપંપ પર લાંબી કતારો લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતીને લઈને ગેસ, પેટ્રોલ-ડિઝલનો જથ્થો નહીં મળતાં અપુરતો જથ્થો હોવાની અફવાઓએ ભારે જોર પકડયું છે. ત્યારે સોમવારે ભરૂચ શહેર જિલ્લામાં આવેલાં પટોલ પંપો પર વાહનોની વાંબી લાંબી કતારો જોવા મળી હતી. મોટાભાગના લોકો તેમના વાહનોની ઈધણની ટાંકી ફુલ કરાવી રહ્યાં છે. ત્યારે અચાનક લોકોની ભીડ જામતાં અને જરુરિયાત કરતાં વધુ પ્રમાણમાં લોકો ઈધણ ભરી જતાં હોવાથી બે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલનો જથ્થો ઘટી જતાં અફવાને વધુ વેગ મળ્યો હતો. લોકો કોઈ પણ રીતે તેમના વાહનોમાં પેટ્રોલ ભરવાની હોડમાં લાગી ગયાં છે.

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલપંપ સંચાલક દુષ્યંત પટેલે જણાવ્યું હતુ કે, ભરૂચ જિલ્લામાં પુરતા પ્રમાણમાં પેટ્રોલ ડિઝલનો જથ્થો છે. જોકે, લોકો ખોટી અફવાથી પ્રેરાઈને પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા માટે પડાપડી કરી રહ્યાં છે. લોકોએ અફવાઓથી દૂર રહેવું જરૂરી છે.


Share

Related posts

દહેજના જોલવા ગામ માંથી જુગારધામ ઝડપાયું.ચાર જુગારીયાઓની અટક કરાઈ.LCB પોલીસે ૬.૮૫ લાખ ની મત્તા જપ્ત કરી…

ProudOfGujarat

વિરમગામમાં ૫૪,૧૬,૬૯૦ રૂપીયાના દારૂના જથ્થાનો નાશ કરાયો…

ProudOfGujarat

અસુરીયા-ઉમરાજ ગામે થી ૮ ફૂટ નો અજગર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!