Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારઝૂડ બાદ ઘરમાંથી કાઢી મુકાઈ મહિલા, પોલીસ અને 181 ટીમે બચાવી

Share

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે એક પીડિત મહિલા સહાય માટે પહોંચતા પોલીસે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું કે તેને રોજિંદા મજૂરી માટે મોકલવામાં આવતી હતી અને તેની કમાણી પતિ તથા નણંદ દ્વારા લઈ લેવામાં આવતી હતી. પૈસા આપવાનો ઇનકાર કરતાં તેની સાથે શારીરિક હિંસા કરવામાં આવતી હતી તેમજ તેને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો.

Advertisement

મહિલા સંતાનવિહોણી છે અને માતા-પિતાનો સહારો ન હોવાથી સંપૂર્ણપણે નિરાધાર બની ગઈ છે. તેણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે તેના પતિએ તેના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સળગાવી દીધા છે, જેના કારણે તેની ઓળખ માટે કોઈ દસ્તાવેજ બાકી રહ્યો નથી.

મહિલાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ ઝઘડિયા પોલીસે તરત જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ને જાણ કરી હતી. હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડઓવર કરી હતી.

સખી સેન્ટરમાં મહિલાને રહેવા તથા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

નિલેશ દુબે સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સાગબારા કોંગ્રેસ સમિતિ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ.

ProudOfGujarat

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!