Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડિલોના ઘર ‘કસક’ ખાતે સંગીત સંધ્યાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો

Share

વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ ગીત-સંગીતનો આનંદ માણ્યો
ભરૂચ:
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડિલોના ઘર ‘કસક’ ખાતે સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ ગીત-સંગીતનો આનંદ માણ્યો હતો.
ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન છાયાબેન પાટીલ અને જ્યોતિબેન પાટોડીયાના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. સપ્તસુર કલા વૃંદના સહયોગથી કરાઓકે મ્યુઝિક પર આયોજિત સંગીત સંધ્યામાં ટ્રસ્ટના સભ્યો, આમંત્રિતો તેમજ મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વડીલોએ પોતાના મનપસંદ ગીતો ગાઈ આનંદ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે સૌ વડીલોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા સહિત મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વડીલોના આશીર્વાદ મેળવી આ અનોખા પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર આપી ૭/૧૨ અને ૮/અ ની નકલ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!