Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ બધિર વિદ્યાલયમાં બધિર દિવસ-સપ્તાહની ઉજવણી કરાઈ

Share

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીયાદના ફુલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર)  ડી બી. જોષીની અધ્યક્ષતામાં ગુજરાત બધિર એસોસિએશન તથા બધિર ઉત્કર્ષ મંડળ, બધિર વિદ્યાલય, નડીયાદનાં સંયુક્ત ઉપક્રમે બધિર દિવસ-સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બધિર વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થા પ્રત્યેની લાગણી જોઈ  ડી.બી જોષી ભાવુક થયા હતા. તેમજ તેમણે આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બધિર વિદ્યાર્થીઓના ચિત્રોસ્પર્ધાના ચિત્રો જોઈને  ડી બી. જોષીએ બધિર વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશક્તિને બિરદાવી હતી.  ડી બી. જોષીએ ચિત્રસ્પર્ધા જોઈ ખુબ આનંદિત થયા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન ૩ અને સાઈન લેન્ગવેજના ચિત્રો જોઈ વિધાર્થીઓની ચિત્રકળાને બિરદાવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રેષ્ઠ ચિત્રો દોરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં હાઇકોર્ટ જજ અમદાવાદ,  પરેશ રાવ,  એસ.જી.બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહારના ટ્રસ્ટી જયંતીભાઈ, ગુજરાત બધિર એસોસિએશન પ્રકાશ રસાણીયા, ઉષ્મા બધિર વિદ્યા વિહાર નડિયાદના તંત્રી મિતેશ ચૌહાણ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ ખાતે જુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ધરણા યોજયા.

ProudOfGujarat

આઝાદીના 74 વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી.

ProudOfGujarat

રાજપારડી પંથકમાં વરસાદનાં પુન: આગમનથી ખુશીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!